


મોરબીના નવા જાંબુડીયા ગામે શક્તિપરા વિસ્તારમાં પિતાના ઘરે રિસામણે રહેતી ૧૯ વર્ષીય પરિણીતાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મૃતક પરિણીતાના લગ્નને હજુ માંડ એક વર્ષ જેટલો સમય થયો હતો અને છેલ્લા દસ મહિનાથી તે પિયરમાં જ રહેતી હતી.

બનાવની વિગત મુજબ, નવા જાંબુડીયા ગામે રહેતા કાંતીભાઇ ફિસડીયાની ૧૯ વર્ષીય દીકરી શીતલબેનના લગ્ન એક વર્ષ પહેલા થયા હતા. જોકે, લગ્નજીવનમાં કોઈ અણબનાવ બનતા શીતલબેન છેલ્લા દશેક મહિનાથી પતિનું ઘર છોડીને પિતાના ઘરે રિસામણે આવી ગયા હતા. ગત તારીખ ૪એ તેમણે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લીધો હતો. પરણ્યાના થોડા જ સમયમાં પિયરમાં રિસામણે બેઠેલી પરિણીતાએ કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે અંગે પોલીસે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.