

વાંકાનેર તાલુકાના પલાસા ગામની સીમમાં એચ.પી. પેટ્રોલ પંપ નજીક સર્જાયો હતો. સાઇડ કાપવા માટે ઓવરટેક કરવાની લ્હાયમાં એક મોટરસાઇકલ ચાલકે સામેથી આવતા બાઇકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ગંભીર ઇજાઓ થવાને કારણે એક યુવકનું મોત નીપજ્યું હતું, જેને પગલે વાંકાનેર તાલુકા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


પ્રાપ્ત વિગતો મુજબ, લુણસર ગામે રહેતા અને મજૂરી કામ કરતા ભીખાલાલ ત્રિભોવનભાઇ ચાવડાએ દશરથ વિનાભાઇ કોળી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીનો દીકરો તરુણ પોતાનું સ્પ્લેન્ડર પ્રો બાઇક GJ-36-AN-2416 લઈને પલાસાથી પાડધરા ચોકડી તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના મંડળાસર ગામનો વતની દશરથ વિનાભાઇ કોળી નામનો શખ્સ પોતાનું મોટરસાઇકલ GJ-13-BL-4283 લઈને પુરઝડપે અને ગફલતભરી રીતે આવી રહ્યો હતો. પલાસા ગામની સીમમાં એચ.પી. પેટ્રોલ પંપ પાસે તેણે આગળ જતા વાહનની સાઇડ કાપવા માટે ખોટી રીતે ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ચક્કરમાં તેણે સામેથી આવી રહેલા તરુણના બાઇક સાથે પોતાનું વાહન ધડાકાભેર અથડાવી દીધું હતું. આ ગંભીર અકસ્માતમાં તરુણને મોઢા તેમજ પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત નીપજ્યું હતું.