આંદરણા નજીક કારમાંથી ૯૬૦ બોટલ દારૂનો જથ્થો જપ્ત, રૂ. ૩.૭૬ લાખનો મુદામાલ કબ્જે

કાર અને દારૂ સહીત ૩.૭૬ લાખનો મુદામાલ જપ્ત, આરોપીની શોધખોળ

 

 

મોરબી તાલુકાના આંદરણા ગામ નજીકથી પોલીસે વેરના કારમાંથી દારૂની ૯૬૦ બોટલનો જથ્થો જપ્ત કરી દારૂનો જથ્થો અને કાર મળીને કુલ રૂ ૩.૭૬ લાખનો મુદામાલ કબજે લીધો છે અને આરોપી મળી આવ્યો ના હતો જેથી વધુ તપાસ ચલાવી છે

 

મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબી તાલુકાના આંદરણા ગામની સામે પાધેડા વિસ્તારમાં ખરાબામાં એક સફેદ કલરની વેરના કાર પડી છે જેમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી સ્થળ પરથી કાર જીજે ૦૧ કેપી ૧૮૮૨ મળી આવી હતી જે કારની તલાશી લેતા ઈંગ્લીશ દારૂની ૧૮૦ મિલીની ૯૬૦ બોટલ કીમત રૂ ૭૬,૮૦૦ નો જથ્થો મળી આવતા પોલીસે દારૂનો જથ્થો અને કાર કીમત રૂ ૩ લાખ મળીને કુલ રૂ ૩,૭૬,૮૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે અને કાર ચાલકને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.