


મોરબીના શ્રી ત્રિલોકધામ મંદિર ખાતે આજે શ્રી શનેશ્વરાય જયંતી નિમિતે શ્રી શનિશ્વર દેવના સાનિધ્યમાં મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં સાંજે મહાઆરતી અને કેક કટિંગ કરી શ્રી શનિદેવ મહારાજનો જન્મોત્સવ ઉજવાશે
મોરબીના નવલખી રોડ પરના શ્રી ત્રિલોકધામ મંદિર ખાતે સવારે મહાયજ્ઞ, બપોરે મહાપ્રસાદ અને બીડું હોમવામાં આવ્યું હતું તેમજ સાંજે ૬ : `૧૫ કલાકે શનિ મહારાજની ઢોલ-નગારા-ત્રાસ અને શહેનાઈ દ્વારા મહાઆરતી યોજાશે અને કેક કટિંગ કરીને શ્રી શનિદેવ મહારાજનો જન્મોત્સવ ઉજવાશે જેનો દરેક ધર્મપ્રેમી ભાઈઓ-બહેનોએ લાભ લેવા શ્રી ત્રિલોકધામ સેવા આશ્રમ ટ્રસ્ટ (સમિતિ) દ્વારા નિમંત્રણ પાઠવ્યું છે




