

મોરબી નિવાસી મહેન્દ્રભાઈ ચંદ્રકાંતભાઈ સંઘાણીના સુપુત્ર દિવ્યેશભાઈની ૨૪ વર્ષની સુપુત્રી ચિ. કૃતિકુમારી છેલ્લા ઘણા વર્ષોથી પ્રભુ મહાવીર સ્વામી ભગવાનના માર્ગે જૈન દીક્ષા કરવાના ભાવ હતા ચિ. કૃતિએ વ્યવસાયિક અભ્યાસ બેચરલ ઓફ સાયન્સ કરેલ હોવા છતાં તેઓએ દેવ ગુરુની કૃપાથી અધ્યાત્મ માર્ગ પસંદ કરીને પ્રવજ્યા પ.પુ.આ. ભ.શ્રી વિજય રામચંદ્રસુરાશ્વરજી મહારાજાના સમુદાયમાં તા. ૨૫-૦૬-૨૦૨૬ નું મુર્હત આવેલ છે
આવા પ્રવજ્યાના પથે જવા માટે સમસ્ત સંઘાણી પરિવાર અને શ્રી જૈન શ્વે. મુ. પુ. તપગચ્છ સંઘ દરબારગઢ મોરબીની સહ સંમત્તિ મળતા દીક્ષાર્થી શ્રી કૃતિકુમારીનો હર્ષ સમાતો નથી આવા મુર્હતના વધામણા અને દીક્ષાર્થી કૃતિ કુમારી કુમ કુમ ચોખાથી વધામણા માટે એક સ્ટેજ સંગીત સાથેનો કાર્યક્રમ શ્રી ધર્મનાથ જૈન મિત્ર મંડળ દ્વારા તા. ૧૬-૦૫ ને શનિવારે રાત્રીના ૮ : ૪૫ કલાકે દશાશ્રી માળી વણિક જ્ઞાતિની વાડી, મોરબી ખાતે રાખેલ છે જે પ્રોગ્રામમાં પ્રસિદ્ધ કલાકાર મોહિતભાઈ બારોટ ખાસ પાલીતાણાથી પધારશે
દીક્ષાર્થી અને દીક્ષા મુર્હતના વધામણા માટે મોરબીના તમામ જૈન સમાજના ભાઈઓ-બહેનો અને યુવાનોને પધારવા શ્રી દરબારગઢ સંઘ અને બધા જ મંડળ તરફથી આમંત્રણ પાઠવ્યું છે