ધો. ૧૨ પછી પ્રવેશ પ્રક્રિયા અન્વયે મોરબી કોમર્સ કોલેજમાં વિદ્યાર્થી માર્ગદર્શન સેમીનાર યોજાશે

 

ઉચ્ચ શિક્ષણ કમિશ્નર કચેરી, ગાંધીનગર દ્વારા ધોરણ ૧૨ પછી શૈક્ષણિક વર્ષ ૨૦૨૬/૨૭ પ્રવેશ પ્રક્રિયા અન્વયે વિદ્યાર્થી અને વાલીની મૂંઝવણ અને પ્રશ્નોના નિરાકરણ માટે વિદ્યાર્થી જાગૃતિ અભિયાન અંતર્ગત ગુજરાત કોમન એડમીશન સર્વિસ (GCAS) દ્વારા એક સેમીનારનું આયોજન તા. ૦૮ ના રોજ સવારે ૧૦ કલાકે જી જે શેઠ કોમર્સ કોલેજ, ભડિયાદ રોડ મોરબી ખાતે યોજાશે

વિદ્યાર્થી જાગૃતિ સેમીનારમાં દરેક વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને માહિતી આપવામાં આવશે પ્રવેશ અંગે કઈ કોલેજમાં પ્રવેશ મેળવવો, કઈ વિદ્યાશાખામાં પ્રવેશ મેળવવો, આગળની કારકિર્દી માટે કઈ વિદ્યાશાખા સારી ઉપરાંત વિદ્યાર્થી અને વાલીને દરેક મૂંઝવણ અને સમસ્યાઓના અંત માટે માર્ગદર્શન આપવામાં આવશે ઉચ્ચ શિક્ષણ કમિશ્નર કચેરીના ગુજરાત કોમન એડમીશન સર્વિસ દ્વારા આયોજિત વિદ્યાર્થી જાગૃતિ અભિયાન સેમીનારમાં દરેક વિદ્યાર્થીઓને ઉપસ્થિત રહેવા કોમર્સ કોલેજના પ્રિન્સીપાલની યાદીમાં જણાવ્યું છે

 

Leave A Reply

Your email address will not be published.