હળવદમાં પ્રચાર પડઘમ શાંત, અંતિમ દિવસે ડોર ટૂ ડોર અભિયાન હેઠળ પ્રચાર 

રવિવારે સવારે 7થી સાંજે 6 સુધી મતદાન, 28મીએ મતગણતરી; મતદારોની નિરસતા ઉમેદવારો માટે ચિંતા

 

 

હળવદ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પ્રચાર હવે અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. તાલુકા પંચાયતની 20 અને જિલ્લા પંચાયતની 5 બેઠકો માટે યોજાનારી ચૂંટણી પહેલા આજે સાંજથી પ્રચાર પડઘમ શાંત થઇ ગયા છે

ચૂંટણીના નિયમો મુજબ મતદાનના 48 કલાક પહેલાં જાહેરસભાઓ, લાઉડસ્પીકર અને રોડ શો દ્વારા થતો પ્રચાર બંધ થઈ જશે. ત્યારબાદ ઉમેદવારો માત્ર ડોર-ટુ-ડોર સંપર્ક જ કરી શકશે. સાથે જ જે કાર્યકરો મતવિસ્તારના મતદાર નથી તેઓને વિસ્તાર છોડવાનો રહેશે. ભાજપ, કોંગ્રેસ અને આપ સહિતના પક્ષોએ બેઠકો કબજે કરવા પૂરજોશમાં પ્રચાર કર્યો છે. જોકે આ વખતે મતદારોમાં ચૂંટણી પ્રત્યે ખાસ ઉત્સાહ જોવા મળતો નથી, જે ઉમેદવારો માટે ચિંતા ઊભી કરી રહ્યો છે. ગરમીને કારણે મતદાન ટકાવારી ઓછી રહેવાની શક્યતા પણ વ્યક્ત થઈ રહી છે.

મતદાન રવિવારે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી યોજાશે, જ્યારે 28મીના રોજ મતગણતરી હાથ ધરાશે. ચૂંટણી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ બૂથો પર વિશેષ નજર રાખવામાં આવશે.

Leave A Reply

Your email address will not be published.