મોરબીમાં પેટ્રોલ પંપ પર ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડનું હાર્ટ એટેક આવતા મોત

મોરબીના શોભેશ્વર રોડ પર આવેલા પેટ્રોલ પંપ પર નાઈટ ડ્યુટી દરમિયાન ફરજ બજાવતા ૬૬ વર્ષીય વૃદ્ધનું હાર્ટ એટેક આવવાથી મોત નીપજ્યું હતું.

બનાવની પ્રાપ્ત વિગત મુજબ, નાની વાવડી ગામના રહેવાસી આંબાભાઈ દેવશીભાઈ મકવાણા (ઉ.વ. ૬૬) મોરબી-૨ જુની પોસ્ટ ઓફિસ સામે આવેલા શક્તિ વંદના એન્ડ કંપની ઇન્ડિયન ઓઈલ પેટ્રોલ પંપ પર સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા. વહેલી સવારે ૩:૩૦ થી ૬:૪૫ કલાકના સમયગાળા દરમિયાન ફરજ પર હતા ત્યારે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબે તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા. મોરબી સીટી બી ડીવીઝન પોલીસે આ અંગે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave A Reply

Your email address will not be published.