શ્રી સોનીબજાર ઉપાશ્રય – મોરબીમાં શાસન સૈનિક શિબિરમાં બાળકોને જ્ઞાન, કર્મ, ભક્તિ, શૌર્ય, બલિદાન અને સંસ્કારનો ધર્મબોધ

 

પુ. ગચ્છાધિપતિ આચાર્ય ગુરુદેવ શ્રી ભાવચંદ્રજી સ્વામીની નિશ્રામાં શ્રી સ્થાનકવાસી જૈન સંઘ સોની બજાર મોરબીના ઉપક્રમે શાસન સૈનિક શિબિરમાં આઠ વર્ષથી ઉપરના ૮૭ વિદ્યાર્થીઓને ૩ દિવસની શિબિરમાં પ્રથમ દિવસે પુ. શ્રી વર્ધમાન સ્વામીએ જ્ઞાનના વિષયમાં જૈન તત્વ દર્શન સાથે કર્મ, ભક્તિ, બલિદાન અને જ્ઞાનની આશાતનાથી બચીને ઉપાસના દ્વારા બુદ્ધિવર્ધક ઉપાયોની ધારણા કરવા પ્રેરણા કરી હતી અને ઉપાસના દ્વારા બુદ્ધિવર્ધક ઉપાયોની ધારણા કરવા પ્રેરણા કરી હતી અને પુ. સતીજીઓએ પણ જ્ઞાન-ગમ્મત સાથે ધર્મબોધ આપ્યો હતો

પ્રારંભમાં શ્રી નિશાબેન પટેલે શાસનગીત સાથે જૈન ધર્મ ધ્વજ ફરકાવીને શિબિરનો પ્રારંભ કરાવ્યો હતો ત્રણ કલાકના સત્ર બાદ દરેક બાળકોને ગૌતમ પ્રસાદ કરાવવામાં આવેલ ત્રણેય દિવસ માટેનો આ લાભ માતૃશ્રી પ્રફુલાબેન રમેશચંદ્ર દફતરી અને માતૃશ્રી ગીતાબેન ગુણવંતભાઈ સંઘવી પરિવારે લીધો છે તો પ્રથમ દિવસની પ્રભાવનાનો લાભ માતૃશ્રી મલ્લિકા પ્રફુલભાઈ મહેતા, અને માતૃશ્રી ઉષાબેન કાંતિલાલ મહેતા મોર્બીએ લીધો હતો

સંઘ પ્રમુખ શ્રી નવીનભાઈ દોશી, આદિ પદાધિકારીઓએ વિશેષ રીતે ધર્મ પ્રભાવના કરીને આગામી પેઢીને જૈન ધર્મના વારસાનું ગૌરવ વધારવા તમામ પ્રકારની સહાય કરવા ગુરુદેવોને વિનંતી કરી છે

 

Leave A Reply

Your email address will not be published.