મોરબી નજીક ચાર ઇસમોએ ફેકટરીના સિક્યુરીટી ગાર્ડને ધારવાળા પતરાથી જીવલેણ ગંભીર ઈજા કરી

ઘૂટું ગામની સીમમાં આવેલ ફેકટરીમાં ચાર ઈસમો બાઈક લઈને પ્રવેશ કરતા સિક્યુરીટી ગાર્ડે પૂછ્યા વગર અંદર જવાની ના પાડતા ઉશ્કેરાઈ જઈને ખિસ્સામાંથી ધારવાળું પતરું કાઢી પેટમાં મારી જીવલેણ ગંભીર ઈજા કરી ઢીકા પાટું માર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી
મૂળ ધ્રોલ તાલુકાના વાગુંદળ ગામના રહેવાસી હાલ મોરબીના જુના ઘૂટું રોડ પર હોલો સેનેટરીના લેબર ક્વાર્ટરમાં રહતા અરવિંદભાઈ નરભેરામભાઈ રામાવત (ઉ.વ.૪૫) વાળાએ આરોપીઓ માનવ કાથરાણી, નવાજ કટિયા, શેરમામદ કટિયા અને ફૈઝાન મોવર રહે બધા મોરબી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી ઘૂટું ગામની સીમમાં હોલો સેનેટરી કારખાનામાં સિક્યુરીટી ગાર્ડ તરીકે પોતાની નોકરી પર હાજર હતા અને આરોપી માનવ કાથરાણી કંપનીના ગેટ પાસે હાજર હતો ત્યારે આરોપી નવજ, શેરમંદ અને ફૈઝાન બાઈક લઈને ગેટ બંધ હોય જેથી કંપનીના ગ્રાઉન્ડમાં ગેરકાયદે પ્રવેશ કરતા હતા જેથી પૂછ્યા વગર અંદર આવાની ના પાડી હતી
જેથી ઉશ્કેરાઈ જઈને આરોપી માનવે ખિસ્સામાતાહી લાપી ભરવાનું ધાર વાળું પતરૂ કાઢી પેટના ભાગે ઘા મારી જીવલેણ ગંભીર ઈજા કરી તેમજ અન્ય ઇસમોએ ઢીકા પાટું માર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મોરબી તાલુકા પોલીસે ચારેય ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

Leave A Reply

Your email address will not be published.