મોરબી : ગેસના ભાવમાં બમણાથી વધુ વધારો, ૧૬૧ વોલ ટાઈલ્સ યુનિટો એક માસ માટે બંધ

મોરબી વોલ ટાઈલ્સ એસોની મીટીંગમાં એક માસ કારખાના બંધ રાખવા નિર્ણય

 

 

ઈરાન-અમેરિકા, ઇઝરાયલ યુધ્ધને પગલે માર્ચ મહિનાથી જ સિરામિક ઉદ્યોગની માઠી બેસી ગઈ હતી ગેસ સપ્લાય પ્રભાવિત થતા ૧૫ તારીખ આસપાસથી મોટાભાગના સિરામિક યુનિટો બંધ કરવાની નોબત આવી છે તો હવે એપ્રિલ માસથી ગુજરાત ગેસે ગેસના ભાવમાં બમણાથી વધુ વધારો ઝીકી દેતા વોલ ટાઈલ્સના ૧૬૧ એકમો વધુ એક માસ સુધી બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે

 

મોરબી વોલ ટાઈલ્સ એસો પ્રમુખ નરેન્દ્રભાઈ સંઘાતના અધ્યક્ષસ્થાને આજે સિરામિક એસોની મીટીંગ મળી હતી જેમાં ગેસના ભાવમાં અસહ્ય વધારાને ધ્યાને લઈને આગામી ૧ મેં સુધી એક મહિનો વેકેશન લંબાવવાનું નક્કી કરવામાં આવ્યું છે જે મામલે પ્રમુખ નરેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે ફેબ્રુઆરી માસમાં આશરે ૨૦ લાખ ક્યુબીક મીટર જેટલો ગેસનો વપરાશ ૨૦૦ યુનિટ કરતા હતા અને અન્ય યુનિટો પ્રોપેન અને એલપીજી ઉપયોગ કરતા હતા હાલ પ્રોપેન અને એલપીજી સપ્લાય સંપૂર્ણ બંધ છે

 

અગાઉ ગુજરાત ગેસના ભાવ ૪૧.૫૦ હતા જે હાલ ૯૨ રૂપિયા એટલે કે ડબલથી પણ વધુ થઇ ચુક્યા છે હાલ માત્ર ૪૦ જેટલા યુનિટો ચાલી રહ્યા છે બાકીના તમામ યુનિટો બંધ છે ગેસનો અસહ્ય ભાવવધારો પોસાય તેમ નથી જેથી વોલ ટાઈલ્સના તમામ ૧૬૧ એકમો ૧ મેં સુધી સંપૂર્ણ બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે ગેસના ભાવ ઘટે, સરકાર વેટમાં રાહત આપે તો ઉત્પાદન પુનઃ શરુ કરી સકાય એટલું જ નહિ ગલ્ફ દેશોમાં ૨૫ ટકા જેટલું એક્સપોર્ટ કરવામાં આવતું હતું હવે પડતર ઉંચી થતા ચીન સામે સ્પર્ધામાં ટકી સકાય તેમ નથી અને એક્સપોર્ટને પણ નુકશાન થશે

 

Leave A Reply

Your email address will not be published.