

(પ્રમોશનલ આર્ટીકલ) મોરબી : મોરબીના આંગણે ભારત સરકાર દ્વારા આયોજિત પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના અંતર્ગત જન ઔષધિ મેડીકલ સ્ટોર મોરબીમાં કાર્યરત છે અને હવે સામાકાંઠા વિસ્તારની જનતાના લાભાર્થે રવિવારે સામાકાંઠે નો જન ઔષધી મેડીકલ સ્ટોર શરુ થવા જઈ રહ્યો છે
પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રની મોરબી શહેરના સાવસર પ્લોટ મેઈન રોડ ક્રિષ્ના ટ્રાવેલ્સ સામે, શનાળા રોડ ગુરુ દત્તાત્રેય મંદિર વાળી શેરી, નકલંક હોસ્પિટલ નીચે અને શનાળા રોડ નવા બસ સ્ટેન્ડ સામે આશાપુરા ટાવરમાં એમ કુલ ત્રણ સ્ટોર કાર્યરત છે મોરબીના સામાકાંઠે વસતા નગરજનોને પણ પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી પરિયોજના અંતર્ગત રાહતદરે દવાઓ મળી રહે તેવા હેતુથી મેડીકલ સ્ટોર શરુ કરવામાં આવશે
મોરબી ૨ ખાતે મહેન્દ્રસિંહજી હોસ્પિટલ રોડ પર, કામરીયા કોમ્પ્લેક્ષમાં શોપ નં ૦૨, લક્ષ્મીનારાયણ સોસાયટી પાસે જન ઔષધી સ્ટોરનો શુભારંભ તા. ૨૯-૦૩-૨૦૨૬ ને રવિવારે સવારે ૧૦ થી બપોરે ૧ કલાક સુધી યોજાશે જેનો નગરની જનતાએ લાભ લેવા ક્રિષ્નાભાઈ હરદયાલભાઈ સાંધીએ નિમંત્રણ પાઠવ્યું છે