


મોરબીના રાજપર ગામે શ્રમિક પરિવારના બાળકને કચરામાંથી જૂની રમકડાની બેટરી મળી આવી હતી અને બેટરી સાથે રમતી વખતે બેટરી ફાટી જતા બાળકને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે
મૂળ એમપીના વતની હાલ મોરબી તાલુકાના રાજપર ગામે વાડીમાં રહીને ખેતમજુરી કરતા વેરુભાઈ ગામડનો ૮ વર્ષનો દીકરો બાદલ વાડીમાં રમતો હતો અને કચરામાંથી જૂની રમકડાની બેટરી મળી આવી હતી બાળક તે બેટરીથી રમતો હતો ત્યારે બેટરી ફાટી હતી જેથી બાળક મોઢા, હાથ અને શરીરે દાઝી ગયો હતો જેથી મોરબી બાદ બાળકને સારવાર માટે રાજકોટ ખસેડાયો છે બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

