મોરબી વોલ ટાઇલ્સ એશોસીએસનના પ્રમુખ તરીકે નરેન્દ્રભાઇ સંઘાત ચુંટાયા…

 

મોરબી સિરામીક મેન્યુફેકચરર એસોસિએશનના વોલટાઇલ્સ ડીવીઝનના પ્રમુખ પદ માટે આજે ચુંટણી યોજાઈ હતી જેમાં તમામ ૧૬૧ મતદારોએ ૧૦૦ ટકા મતદાન કર્યું હતું મતદાન પૂર્ણ થયા બાદ મત ગણતરી કરવામાં આવી હતી જેમાં નરેન્દ્રભાઈ સંઘાત વિજેતા જાહેર થયા છે

 

મોરબી સિરામિક એસો વોલ ટાઈલ્સ ડીવીઝન ચુંટણીમાં ઉમેદવારી કરનાર કેવલભાઈ સંઘાણીને ૨૯ મત, કાન્તિલાલ સીતાપરાને ૫૩ મત મળ્યા હતા જયારે નરેન્દ્રભાઈ સંઘાતને ૭૯ મતો મળતા તેઓ વિજેતા જાહેર થયા છે પ્રમુખ તરીકે ચૂંટાયેલા નરેન્દ્રભાઈને પૂર્વ પ્રમુખ હરેશભાઈ બોપલીયા સહિતના આગેવાનોએ શુભેચ્છાઓ પાઠવી હતી

 

Leave A Reply

Your email address will not be published.