

મોરબીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ – માતૃશક્તિ અને દુર્ગાવાહિની દ્વારા નારી શક્તિમાં જાગૃતતા લાવવા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નીલકંઠ વિદ્યાલય ખાતે સત્ય ઘટના પર આધારિત ફિલ્મ “ધ કેરલા સ્ટોરી ભાગ-૨” નું નિઃશુલ્ક પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બહેનો અને દીકરીઓને વર્તમાન સમયના સામાજિક પડકારો અને ભયાનક ષડયંત્રો સામે સજાગ કરવાનો રહ્યો હતો.
આ કાર્યક્રમમાં અંદાજે ૨૦૦ જેટલી બહેનો અને દીકરીઓ ઉત્સાહભેર જોડાઈ હતી. ફિલ્મ પૂર્ણ થયા બાદ ઉપસ્થિત તમામ બહેનોએ સાથે મળીને અલ્પહાર લીધો હતો. કાર્યક્રમના અંતમાં દુર્ગાવાહિનીની બહેનો દ્વારા ‘પ્રેમ કે પ્રેમના નામે વ્યાપાર’ અને ‘લવ જેહાદ’ જેવા વિષયો પર વિસ્તૃત માહિતી આપી દીકરીઓને સુરક્ષિત રહેવા અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં નીલકંઠ વિદ્યાલયનો સહયોગ સાંપડ્યો હતો, જેના કારણે આ જનજાગૃતિ અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું.