ટંકારામાં વિશ્વ મહિલા દિવસ દરમિયાન એસ.સી. કર્મચારી તેમજ પાટીદાર વુમન્સ ગૃપ દ્વારા ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન.

            ટંકારા મુકામે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવણીનાં ભાગરૂપે ફ્રી મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું. ઉગમણાં નાકા વિસ્તારમાં ચિત્રકૂટ ધામ ખાતે બપોરે બે થી પાંચ દરમિયાન યોજાયેલાં મેડિકલ કેમ્પ માં મોરબીથી વેલ કેર હોસ્પિટલનાં ડો. યશ કડિવાર, દેવકી હોસ્પિટલનાં ડો.પાયલ ફળદુ, અભય સરડવા સહિત અનેક સેવાભાવી ડોક્ટર્સની ટીમે ઉત્કૃષ્ટ સેવા આપી હતી. જેમાં બહોળી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો.

 

            મહિલા દિવસ નિમિત્તે યોજાયેલ કાર્યક્રમમાં પાલણપીર મેડીનાં મહંત શ્રી દેશા આપા તેમજ રાજુ આપાએ ખાસ હાજરી આપી હતી. ચોટીલા થી ડો. હરેશ પંડ્યા સર તેમજ કેતનભાઈ માકડિયા તેમજ નાથાભાઈ રબારી ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમ ને સફળ બનાવવાં બહુજન કર્મશીલ નાગજીભાઈ ચૌહાણ, યોગા ટીચર એડ. કંચનબેન સારેસા, પાટીદાર વુમન્સ ગૃપનાં પ્રણેતા સાધનાબેન ઘોડાસરા તેમજ કાજલબેન આદ્રોજા તથા મૂકેશભાઈ ગેડિયાએ જહેમત ઉઠાવી હતી.

 

            આ તકે એસ.સી. કર્મચારી મંડળનાં સદસ્યો એડ.જોશનાબેન ચૌહાણ, એડ.મનસુખભાઈ ચૌહાણ, લલિતભાઈ સારેસા, રીનાબેન જાદવ, કવિતાબેન ચૌહાણ, કિરણબેન સારેસા, દિશાબેન ચૌહાણ, સરોજબેન સારેસા વગેરે મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.

Leave A Reply

Your email address will not be published.