

ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને શ્રી યુ એન મહેતા આર્ટસ કોલેજ મોરબીના સંયુક્ત ઉપક્રમે તા. ૨૦ ફેબ્રુઆરીના રોજ સવારે ૯ કલાકે સેમીનાર હોલ, યુ એન મહેતા આર્ટસ કોલેજ, ભડિયાદ રોડ મોરબી ખાતે માતૃભાષા મહોત્સવ ૨૦૨૬ ની ઉજવણી કરવામાં આવશે
માતૃભાષા મહોત્સવમાં ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ડો. ભાગ્યેશ જહા, વડોદરા કેન્દ્રીય યુનીવર્સીટીના પ્રોફેસર અને ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડો. રાજેશ મકવાણા અને રાજકોટ સૌરાષ્ટ્ર યુનીવર્સીટીના ગુજરાતી ભાષા ભવનના પ્રોફેસર ડો. જે એમ ચંદ્રવાડિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહીને માતૃભાષા અંગે પ્રેરણા પૂરી પાડશે કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે RSS અગ્રણી ડો. જયંતીભાઈ ભાડેશીયા, સંચાલક ડો. કવિતાબા ઝાલા અને સંયોજક ડો. રામ વારોતરીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે


