મોરબીના મધુરમ ફીડર, રેડીયન્ટ ફીડર અને બેલા સબ સ્ટેશનમાં મેન્ટેનન્સ કામગીરીને પગલે વીજકાપ રહેશે

 

આવતીકાલે તારીખ ૨૦.૦૯.૨૦૨૫ ના શનિવાર ના રોજ નવા કામની કામગીરી તથા મેન્ટેનન્સની કામગીરી કરવાની હોઇ PGVCL ના મોરબી શહેર-૧ પેટા વિભાગ હેઠળ આવતો ૧૧ કેવી મધુરમ ફીડર સવારે ૦૮:૩૦ થી બપોરના ૦૧:૩૦ વાગ્યા સુધી બંધ રહેશે.

જેમાં તપોવન રેસીડેન્સી, મારૂતિ નગર (ગાયત્રી નગર પાછળ), સંકલ્પ પ્લાઝા, સુભાષનગર, પંચવટી સોસાયટી, વિદ્યુત પાર્ક, દર્પણ સોસાયટી, જલારામ સોસાયટી, સેન્ટર પોઈન્ટ એપાર્ટમેન્ટ સુધીનો વિસ્તાર, રામ વિજય નગર, યોગેશ્વરનગર, નરસંગ ટેકરીની આજુબાજુનો વિસ્તાર, કોહીનુર કોમ્પ્લેક્ષ, મધુરમ સોસાયટી, રામ વિજય સોસાયટી, તિરૂપતિ સોસાયટી, વિજયનગર, કર્મયોગી સોસાયટી, ન્યુ આલાપ પાર્ક, આલાપ પાર્ક, પટેલનગર, ખોડીયાર પાર્ક, દેવ પાર્ક, સાયન્ટીફીક રોડ, કેનાલ રોડ વિસ્તાર, રવાપર રોડ વિસ્તાર, આલાપ રોડ વિસ્તાર વગેરે વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે.

મોરબી શહેર પેટા -૦૨ વિભાગ હેઠળ તારીખ ૨૦/૦૯/૨૦૨૫ શનિવાર ના રોજ નીચેના વિસ્તારો માં વિજપુરવઠો  મેઇન્ટનન્સ ની કામગીરી માટે સવારે ૦૮:૦૦ થી સાંજે ૦૪:૦૦ વાગ્યા સુધી બંધ રહેશે

રેડિયન્ટ ફીડર:-

લખધીરપુર રોડ પર ના રેડિયન્ટ સિરામિક, પરિશ્રમ ચેમ્બર ૧/૨,પટેલ ચેમ્બર, ઘનશ્યામ ચેમ્બર, સિરામિક ઝોન, નીલકંઠ એન્જી, આશા એન્જી, પ્રગતિ એન્જી વિગેરે વિસ્તાર તથા આસપાસ ના વિસ્તારો

નોંધ:-  કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકાર ની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવા માં આવશે.

 

જેતપર ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 20/09/2025 ના રોજ નીચેના વિસ્તારો માં વિજપુરવઠો  GETCO ના મેઇન્ટનન્સ ની કામગીરી માટે બંધ રહેશે  66 કેવી બેલા સબ સ્ટેશન માંથી નીકળતા તમામ ફિડરો સવારે 8:00 થી સાંજે  04:00 વાગ્યા સુધી બંધ રહેશે. ઉપર મુજબના ફીડરો માં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય તેમજ ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણો માં વીજ પુરવઠો બંધ રહેશે.

 

નોંધ:-  કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકાર ની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવા માં આવશે.

 

Leave A Reply

Your email address will not be published.