મોરબીના સાદુંળકા ગામે અગાસી પરથી પડી જતા યુવાનનું મોત

મોરબીના સાદુંળકા ગામની સીમમાં કિયા સિરામિકની લેબર કોલોનીમાં અગાસી ઉપરથી પડી જતા યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મોરબીના સાદુંળકા ગામની સીમમાં આવેલ કિયા સિરામિકમા રહેતો જીતેન કિશન ડંડીયા (ઉ.૨૮) ગત તા. ૪ ના રોજ રાત્રીના અગાસી પરથી પડી જતા ગંભીર ઈજા થતા સારવાર માટે પ્રથમ ઓરબી બાદ વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

Leave A Reply

Your email address will not be published.