વાંકાનેર તાલુકા પોલીસનું વિવિધ ગામોમાં મેગા કોમ્બિંગ યોજાયું, પ્રોહીબીશન-ટ્રાફિકના કેસો કર્યા

 

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા જામસર, મક્તાનપર, આણંદપર, પાડાધરા, લુણસર રોડ સહિતના વિસ્તારમાં મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં પ્રોહીબીશન, એમ.વી. એક્ટના, ત્રિપલ સવારી બાઈક, બ્લેક ફિલ્મ સહિતના કેસો કરવામાં આવ્યા હતા

 

વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા મેગા કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ ટીમો બનાવી કામગીરી કરવામાં આવી હતી પોલીસ ટીમો દ્વારા કોમ્બિંગ દરમિયાન પ્રોહીબીશન કબજાના ૦૨ કેસ, જી.પી. એક્ટનો ૦૧ કેસ, એમ.વી.એક્ટનો ૦૧ કેસ, બી.એન.એસ. કલમ ૨૨૩ અંતર્ગત ૦૧ કેસ, તાડપત્રીને લગતી એન.સી. ૦૯ કેસ અને બ્લેક ફિલ્મ એન.સી. ૦૨ કેસ, લાયસન્સ એન.સી. ૦૫, ત્રણ સવારી એન.સી. ૦૬, એમ.વી. એક્ટ ૨૦૭ મુજબ સહિતના મળીને કુલ રૂ ૧૧,૬૦૦ નો દંડ કરવામાં આવ્યો હતો

 

Leave A Reply

Your email address will not be published.