લાલપર નજીક ફેકટરીમાં પગ લપસતા નીચે ખાબકતા મહિલાનું મોત

 

લાલપર ગામ નજીક આવેલ ફેકટરીમાં કામ કરતી વેળાએ પગ લપસતા મહિલા નીચે ખાબકી હતી જેને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું

 

મૂળ એમપીના વતની અને હાલ લાલપર નજીક લોરેન્જો સિરામિકમાં રહીને કામ કરતા રેખાબેન રાજેશભાઈ ખારોલ (ઉ.વ.૨૯) નામની મહિલા ગત તા. ૨૬ ના રોજ ફેકટરીમાં ફિલ્ટર પ્રેસ વિભાગ ઉપર ચડી કામ કરતા હોય ત્યારે અકસ્માતે પગ લપસતા નીચે પડતા માથાના ભાગે હેમરેજ જેવી ઈજા પહોંચતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે

Leave A Reply

Your email address will not be published.