મોરબીના શોભેશ્વર રોડ પર જુગાર રમતા ચાર ઝડપાયા

 

મોરબીના શોભેશ્વર રોડ પર જાહેરમાં જુગાર રમતા ચાર પત્તાપ્રેમીઓને મોરબી બી ડીવીઝન પોલીસની ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

મોરબી બી ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન શોભેશ્વર રોડ પર જાહેરમાં જુગાર રમતા વિજયભાઈ નટુભાઈ બાવરવા, રાજેશભાઈ લક્ષ્મણભાઈ ઢવાણીયા, અશોકભાઈ ધનજીભાઈ ગણેશીયા અને અમિતભાઈ કાનજીભાઈ વરણીયાને રોકડ રકમ રૂ.૧૦૬૦૦ ના મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Leave A Reply

Your email address will not be published.