મોરબીના સામાકાંઠે બાઈકે હડફેટે લેતા ૧૨ વર્ષના બાળકનું મોત

 

સામાકાંઠે ૧૨ વર્ષનો બાળક સાયકલ ફેરવતો હોય જેને બાઈક ચાલકે હડફેટે લેતા બાળકને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું પોલીસે બનાવ મામલે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

 

મોરબીના ધર્મનગર ઇન્દિરાનગરના રહેવાસી સબીર ઉમેદ મુલ્લા (ઉ.વ.૩૩) વાળાએ બાઈક જીજે ૦૬ એચએન ૫૭૪૫ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીનો દીકરો રીયાઝ (ઉ.વ.૧૨) વાળો ઘર પાસે રોડ પર રમતો હતો અને સાયકલ ફેરવતો હતો ત્યારે બાઈક ચાલકે દીકરા રીયાઝને હડફેટે લેતા રીયાઝ રોડ પર ફેંકાઈ જતા શરીરે ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું મોરબી સીટી બી ડીવીઝન પોલીસે બાઈક ચાલક વિરુધ ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.