

જૂની દાણાપીઠ પાસે બાઈક વ્યવસ્થિત મુકવાનું કહ્યાનો ખાર રાખી એક ઇસમેં કોલાર પકડી જાનથી મારી નાખવાની ધમકી આપી છરી કાઢી મારવાની કોશિશ કરી હતી મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે શાકમાર્કેટમાં નજીવી બાબતે છરી કાઢી ધમકી આપતા પોલીસ્ન્કો કોઈ ડર રહ્યો નથી તેવું લુખ્ખા તત્વોએ સાબિત કરી બતાવ્યું છે
મોરબીની શ્રીમદ સોસાયટી શેરી નં ૬ માં રહેતા મયુરસિંહ મહોબતસિંહ જાડેજા (ઉ.વ.૬૪) આરોપી નદીમ ઉર્ફે બુધિયો વડગામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે અગાઉ ફરિયાદીએ આરોપી નદીમને વ્યવસ્થિત મોટરસાયકલ મુકવાનું કહ્યું હતું જેનો ખાર રાખી જૂની દાણાપીઠ પાસે શાકમાર્કેટમાં આરોપીએ મયુરસિંહ સામે આંગળી ચીંધી ગાળો આપી છરીના ઘોદા મારવાની વાત કરતા મયુરસિંહે શું કામ ઘોદા મારવાનો છો કહેતા આરોપીએ ઉશ્કેરાઈ જઈને જાપટ મારી શર્ટનો કોલર પકડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી પોતાની પાસે રહેલ છરી વડે મયુરસિંહને મારવાની કોશિશ કરી હતી મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે