

હળવદ તાલુકાના અજિતગઢ ગામે આહીર દંપતી સ્વ. રાહુલભાઇ પ્રવિણભાઇ આહીર અને સ્વ. મિતલબેન રાહુલભાઇ આહીરની પુણ્ય સ્મૃતિ સતત ત્રીજા વર્ષે અજીતગઢ મધ્યે આવેલ શ્રી શિવ મંદિર ખાતે સ્વૈચ્છિક રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
આ કેમ્પ માં 110 બ્લડ ની બોટલ એકત્ર કરવામાં આવી હતી જે સંસ્કાર બ્લડ બેંક ખાતે લોહીની જરૂરિયાત છે તેવા દર્દી નારાયણ માટે ઉપયોગમાં લેવામાં આવશે આ સ્વૈચ્છિક રકતદાન કેમ્પને સફળ બનાવવા સ્વ. રાહુલભાઇ આહીરના મિત્ર વર્તુળ અને સ્નેહીજનોએ ભારે જહેમત ઉઠાવી હતી






