મોરબી નજીક ચક્કર આવતા એટેક જેવી અસર થયા બાદ યુવાનનું મોત

 

મોરબી-રાજકોટ હાઈવે પર આવેલ ફેકટરીના ક્વાર્ટરમાં ચક્કર આવતા એટેક જેવી અસર લાગતા શ્રમિક યુવાનને સારવાર માટે ખસેડાયો હતો જોકે સારવાર કારગત નીવડે પૂર્વે જ યુવાનનું મોત થયું હતું

 

મૂળ બિહારના વતની હાલ મોરબી રાજકોટ હાઈવે પર શ્રીજી સ્ટેટ હાઈટેક એન્જીનીયરીંગ પ્લોટ નં ૦૬ ના ક્વાર્ટરમાં રહેતા પંકજકુમાર કામેશ્વરસિંગ મહતો (ઉ.વ.૨૮) નામના યુવાન પોતાના ક્વાર્ટરમાં હોય ત્યારે ચક્કર આવતા એટેક જેવી અસર થતા સારવાર માટે શહેરની ખાનગી હોસ્પિટલ બાદ સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસીને મરણ ગયેલ જાહેર કર્યો હતો મોરબી એ ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે

Leave A Reply

Your email address will not be published.