વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામના ગ્રામજનોએ કેમ આપી રસ્તા રોકો આંદોલનની ચીમકી ?

વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામના ગ્રામજનોએ ૩ માસથી પાણીની તંગીથી કંટાળીને તાલુકા વિકાસ અધિકારીને આવેદન પાઠવવામાં આવ્યું છે.તેમજ સમસ્યાનો ઉકેલ તાકીદે નહિ આવે તો રસ્તા રોકો આંદોલનની ચમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામના ગ્રામજનોને છેલ્લા ૩ માસથી પાણીની તંગી વેઠવી પડે છે અને ક્યારેક ૧૦ કે ૧૫ દિવસે પાણી મળે છે.આકરા તાપમાં પાણી માટે હેરાન થવું પડે છે.અવારનવાર પંચાયતને મૈખિક રજૂઆત કરવામાં આવ્યા છતાં કોઈ પગલા લેવામાં આવ્યા નથી તેમ ગ્રામજનોને જણાવ્યું હતું.આ સમસ્યાનો કોઈ ઉકેલ તાકીદે કરવામાં નહિ આવે તો રસ્તા રોકો આંદોલન કરવાની પણ ચીમકી આપવામાં આવી છે.

Comments
Loading...
WhatsApp chat