મોરબી : બંધના એલાન અંગેના ખોટા મેસેજ વાયરલ થતા મામલતદારને આવેદન

સોશ્યલ મીડિયામાં હિન્દૂ યુવા સંગઠન દ્વારા તા. ૧ જુનના રોજ બંધનું એલાન આપ્યાના ખોટા મેસેજ વાયરલ થતા આજે સંસ્થા દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.

હિન્દૂ યુવા સંગઠન દ્વારા આજે મામલતદારને આવેદન પાઠવ્યું છે જેમાં જણાવ્યું છે કે હિંદુ યુવા સંગઠનના નામે ફેસબુક અને વોટ્સએપમાં ખોટા મેસેજ વાયરલ કરી તા. ૧ જુનના રોજ બંધનું એલાન આપવામાં આવ્યું હોવાની અફવા ફેલાવવામાં આવતા આ મામલે મોરબી સંગઠન દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી આવું કોઈ એલાન હિન્દૂ યુવા સંગઠન દ્વારા અપાયું ન હોવાનું સ્પષ્ટ કર્યુ હતું. અને હિન્દૂ યુવા સંગઠન મોરબી દ્વારા સોશ્યલ મીડિયામાં આવી અફવા ફેલાવનારને શોધી કાઢવા અને કડક પગલાં ભરવા માંગ ઉઠાવવામાં આવી હતી.

 

Comments
Loading...
WhatsApp chat