વાંકાનેર : પત્ની બહેનના ઘરે આંટો મારવા ગઈ, પતિ સહિતના સાસરીયાઓએ માર માર્યો

 

વાંકાનેરના નવાપરામાં રહેતી પરિણીતા બહેનના ઘરે આંટો મારવા ગઈ હતી જે પતિને સારું નહિ લાગતા પતિ અને સાસુ-સસરાએ ઢીકા પાટું માર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી

 

વાંકાનેર નવાપરા શેરી નં ૨ માં રહેતા નિશાબેન બેચરભાઈ દેત્રોજા (ઉ.વ.૨૧) નામના પરિણીતાએ આરોપી પતિ બેચર હરેશ દેત્રોજા, હરેશ માનસિંગ દેત્રોજા અને પ્રભાબેન હરેશભાઈ દેત્રોજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૨ ના રોજ ફરિયાદી પોતાના બહેનના ઘરે આંટો મારવા ગઈ હતી જે વાતનું પતિને સારું નહિ લાગતા તારી બહેનને ત્યાં નહિ જવાનું કહીને બોલાચાલી કરી માથા અને શરીરે ઢીકા પાટું મુંઢ માર મારી ઈજા કરી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તથા સાસુ-સસરાએ ઢીકા પાટું મારી ઈજા કરી શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હતો વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.