વાંકાનેર : ફાટક બંધ હોવાથી બાઈક ચાલક ઉભા હતા, ક્રેન પગ પર ચડી જતા ઈજા

 

વાંકાનેર અમરસર ફાટક પાસે આધેડ પત્નીને મુકીને પરત આવતા હતા અને ફાટક બંધ હોવાથી બાઈક સાઈડમાં રાખીને આધેડ ઉભા હતા ત્યારે ક્રેન ચાલકે પગના પંજા પર ચડાવી દઈને ગંભીર ઈજા પહોંચાડી હતી

 

વાંકાનેરના પાંચદ્વારકા ગામે રહેતા પ્રકાશભાઈ વેલજીભાઈ ચાવડાએ ક્રેન જીજે ૩૬ એસ ૨૦૭૧ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના પિતા વેલજીભાઈ તેજાભાઈ ચાવડા સિંધાવદર ગામે ફરિયાદીના મમ્મીને મૂકી વાંકાનેર પોતાનું બાઈક જીજે ૦૩ બીજી ૬૨૧૫ લઈને પરત આવતા હતા અમરસર ફાટક બંધ હોવાથી પપ્પા બાઈક સાઈડમાં રાખીને ઉભા હતા ત્યારે આરોપી ક્રેન ચાલકે ગફલતભરી રીતે ચલાવી ક્રેન પપ્પાના પગની એકદમ નજીકથી કાઢી ફરિયાદીના પિતા વેલજીભાઈ ચાવડાના પગના પંજા પર ચડાવી દેતા ગંભીર ઈજા પહોંચી હતી વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

 

Leave A Reply

Your email address will not be published.