ઉપલેટા : સોશ્યલ મીડિયામાં યુવતીના ફોટોવાળી સ્ટોરી રાખી, ધમકી આપ્યાની ફરિયાદ

 

ઉપલેટા શહેરમાં એક ઇસમેં યુવતીના ફોટોવાળી સ્ટોરી સોશ્યલ મીડિયામાં તેની સહમતી વગર મૂકી તેમજ અન્ય ઇસમેં મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે

 

ઉપલેટા શહેરની રહેવાસી ૨૯ વર્ષીય યુવતીએ આરોપી શાહનવાઝ ઉર્ફે ચાચુ અને જીલાની બાપુ રહે બંને ઉપલેટા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે યુવતી પોતે મહેંદી આર્ટીસ્ટ હોય જેથી જાહેરાત માટે પોતાનું ઈન્સ્ટ!ગ્રામ આઈડી બનાવ્યું હોય અને આરોપી શાહનવાઝ યુવતીના ફોટોવાળી સ્ટોરી રાખતા તેને બ્લોક કરેલ જેથી આરોપીએ નવું આઈડી બનાવી યુવતીને હેરાન કરવાનું ચાલુ રાખ્યું હતું

 

જે મામલે આરોપીને સમજાવેલ પરંતુ આરોપી સુધર્યો નહિ અને યુવતીના માતા પિતાને ખોટી કાન ભંભે ણી કરી હતી તેમજ આરોપી જીલાની બાપુએ યુવતી રસ્તામાં મળે ત્યારે હેરાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ આરોપી શાહનવાઝ યુવતીના ફોટો વાળી સ્ટોરી સોશ્યલ મીડિયામાં રાખી યુવતીના ખાનગીપણાનો ભંગ કર્યાની ફરિયાદ નોંધાવી છે ઉપલેટા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે

Leave A Reply

Your email address will not be published.