પડધરી : વાડીએ આવવું નહિ કહેતા લોખંડ પાઈપ વડે મહિલાને ઈજા પહોંચાડી

 

પડધરી તાલુકાના ખંઢેરી ગામે વાડીએ આવવું નહિ તેમ મહિલાએ કહેતા ઉશ્કેરાઈ ગયેલા ઇસમેં લાકડાનો ધોકો અને લોખંડ પાઈપ વડે માર મારી મહિલાને ઈજા પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાઈ છે

 

ખંઢેરી ગામના રહેવાસી મીરાબેન યાજ્ઞિકભાઈ જાટીયા (ઉ.વ.૩૭) નામની મહિલાએ આરોપી વિક્રમ કાનાભાઈ સોનારા રહે ખંઢેરી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે મીરાબેને આરોપી વિક્રમને તમારે મારી વાડીએ આવવું નહિ તેમ કહેતા આરોપી ઉશ્કેરાઈ જઈને રીક્ષામાંથી લાકડાનો ધોકો કાઢી મહિલાને માથાના ભાગે મારી બંને હાથે મારતા લાકડાનો ધોકો ભાંગી જતા લોખંડ પાઈપ કાઢી માથામાં મારી ગંભીર ઈજા પહોંચાડી હતી પડધરી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Leave A Reply

Your email address will not be published.