મોરબીના શનાળા નજીક કન્ટેનરની ઠોકરે અજાણ્યા પુરુષનું મોત

 

શનાળા ગામ નજીક નવી બની રહેલી મેડીકલ કોલેજ સામે પગપાળા જતા અજાણ્યા પુરુષને કન્ટેનર ચાલકે હડફેટે લેતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે

 

મોરબીના શકત શનાળા ગામના રહેવાસી દિગ્વિજયસિંહ ઉર્ફે દિગુભા છત્રસિંહ જાડેજાએ કન્ટેનર જીજે ૩૯ ટી ૧૬૦૩ ના ચાલક દિનમહમદ હુશેન રઝા રહે ઉત્તરપ્રદેશ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૮ ના રોજ બપોરના એકાદ વાગ્યે અજાણ્યો પુરુષ આશરે ૩૦ વર્ષ વાળો મોરબી રાજકોટ હાઈવે પર નવી બનતી મેડીકલ કોલેજ સામે હાઈવે રોડ પર પહોંચતા રસ્તાની સાઈડમાં ચાલતો હતો ત્યારે કન્ટેનર ચાલકે યુવાનને અડફેટે લઈને ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવ્યું હતું મોરબી સીટી એ ડીવીઝન પોલીસે કન્ટેનર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.