આજે વિશ્વ કોઢ દિવસ : જાણો કોઢના લક્ષણો અને સારવાર અંગે નિષ્ણાંતોના સૂચનો

આજે ૨૫ જુનના રોજ વિશ્વ કોઢ દિવસ તરીકે ઉજવાય છે ત્યારે કોઢના રોગના લક્ષણો, તેની સારવાર અને ખાવાપીવામાં કઈ બાબતોનું ધ્યાન રાખવું તે અંગે મોરબીન્યુઝ સાથે ખાસ વાતચીતમાં જાણીતા સ્કીન સ્પેશ્યાલીસ્ટ ડોક્ટરોની ટીમે જરૂરી સૂચનો આપ્યા છે.

આજે તા. ૨૫ જુનના દિવસ વિશ્વ કોઢ દિવસ નિમિતે ઇન્ડિયન મેડીકલ એસો મોરબી બ્રાંચના ડોક્ટર પાસેથી કોઢના રોગ વિષે માહિતી મેળવી હતી અને તેની યોગ્ય સારવાર ઉપરાંત ભોજન અંગે વાતચીત કરીને નિષ્ણાંતોના સૂચનો અહી વાચકો સમક્ષ રજુ કરી રહ્યા છીએ.

મોરબી આઈએમએના પ્રમુખ ડો. સુનીલ અખાણી, સેક્રેટરી ડો. જે. એલ. દેલવાડીયા અને પ્રોજેક્ટ ચેરમેન તેમજ જાણીતા સ્કીન સ્પેશ્યાલીસ્ટ ડો. જયેશ સનારીયાના સૂચનો અહી…..

કોઢ શું છે ? :-

• સફેદ ડાઘ ચેપી કે ઈશ્વરદત્ત શાપરૂપ નથી, ચામડીમાં રંગકણની ગેર હાજરીથી થતો ઓટોઈમ્યુન રોગ છે.
• કોઢ એ માનવ ત્વચા નીચે ત્વચાને રંગ આપનારા મેલેનીનની ઉણપ કે ગેરહાજરીથી ઉત્પન્ન થાય છે.
• વિશ્વમાં કોઢનું પ્રમાણ ૩.૫ ટકા જેટલું છે, જયારે ભારતમાં ૪.૮ ટકા જેટલું છે.

કોઢ થવાના કારણો :-

• વારસાગત : ૨૫-૩૦ ટકા દર્દીઓમાં આ રોગ વારસાગત થઇ સકે.
• ઓટોઈમ્યુનીટી : જયારે શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં ફેરફાર થાય છે ત્યારે ઘણી વખત આ રોગ થાય છે.

અન્ય કારણો :-

• ચેતાઓ દ્વારા નિયંત્રણમાં ખામી થવાથી.
• મેલેનોસાઈટ કોષોનો તેમાજ ઉત્પન્ન થતા રાસાયણિક પદાર્થોના અયોગ્ય પ્રમાણને લીધે.
• અમુક દવાઓની આડઅસરના કારણે
• ઉદ્યોગોમાં વપરાતા વિવિધ રસાયણો તથા સૌંદર્ય પ્રસાધનોમાં વપરાતા કેમિકલથી

કોઢનું નિદાન :-

• રોગના લક્ષણ પરથી.
• જો કુટુંબમાં અન્ય વ્યક્તિઓએ આ રોગો હોય તો તે નિદાનની તરફેણ કરે છે.
• રોગને જવાબદાર રસાયણોના સંપર્કની વિગત પરથી.
• “વૂડઝ લેમ્પ” ના પરીક્ષણ દ્વારા
• બાયોપ્સી (સફેદ ડાઘવાળી ચામડીના ટુકડાને સુક્ષ્મદર્શક યંત્ર વડે પરીક્ષણ દ્વારા)
• ઈમ્યુનોફ્લોરેસન્સ નામની વૈજ્ઞાનિક પદ્ધતિથી

કોઢના લક્ષણો :-

• શરીર પર એકદમ તેજસ્વી સફેદ ડાઘ જોવા મળે છે.
• કોઢ સાથે સંકળાયેલા અન્ય રોગોના નિદાન દ્વારા
• ઘણી વખત વાળ પણ સફેદ થઇ જાય છે.

સારવાર :-

• સામાન્ય સારવાર

ઈજાથી બચવું, માનસિક ચિંતામુક્ત રહેવું તેમજ સમતોલ આહાર લેવો

• તબીબી સારવાર
દવાઓ તથા ક્રીમ લગાવવી જેવી કે કોટીકોસ્ટીરોઈડઝ, સોરાલીન, ખેલીન, પ્લેસેન્ટલ એક્સટ્રેકટ અને લીવામીસોલ

• સર્જીક સારવાર
તબીબી સારવારથી પરિણામ ના મળતું હોય કે દાઝી જવાથી તેમજ હોઠ, હાથ-પગના આંગળા, છાતીના ભાગ, હાથપગના તળિયા, ઘુટીના હાડકા તેમજ પુરુષના શિશ્ન પર થયેલ સફેદ ડાઘ હોય ત્યારે સર્જીકલ સારવાર જરૂરી બને છે જેવી કે પાંચગ્ર્નાફીટગ, ટેટઈંગ અને ઓટોલોગસ મેલેનોસાઈટ ટ્રાન્સપ્લાન્ટ

કેવું ભોજન લઇ સકાય

• ગોળ, શીરો તલસાંકરી, ચીકી, ખજુર, સિંગદાળિયા, સુખડી, લીલા શાકભાજી, બીટ, ચીકુ, સફરજન, ફલગાવેલ કઠોળ
કેવું ભોજન ના લઇ સકાય

• બર્ગર, પીઝા, હોટડોગ, પાઉં, બ્રેડ, ઢોકળા, ઈડલી, હાંડવો, અથાણા, દહીં, ખાટી છાશ, કલરવાળા પીણા

Comments
Loading...
WhatsApp chat