મોરબીના લીલાપર ગામે મચ્છુ નદીના કાંઠે જુગાર રમતા ત્રણ ઝડપાયા

 

મોરબી તાલુકાના લીલાપર ગામે મચ્છુ નદીના કાંઠે પુલ નીચે જાહેરમાં જુગાર રમતા ૩ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી છે

મોરબી તાલુકા પોલીસ ટીમે બાતમીને આધારે લીલાપર ગામે મચ્છુ નદીના કાંઠે દરોડો કર્યો હતો જેમાં પુલ નીચે બેસી જાહેરમાં જુગાર રમતા નાગજી ગોકળ દેગામાં, રાજેશ ઉર્ફે રાજુ લક્ષ્મણ ઉચાસણા અને ભરત જીવણ અગેચણીયા રહે ત્રણેય લીલાપર તા. મોરબી વાળાને ઝડપી લઈને ૪૪૨૦ ની રોકડ રકમ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat