Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી : મકરસંક્રાતિ પર્વે નાગરિકોને વિવિધ તકેદારી રાખવા પીજીવીસીએલ તંત્રની અપીલ

મોરબીના અધિક્ષક ઈજનેરે અખબારી યાદી પ્રસિદ્ધ કરી

 

મકરસંક્રાતિ પર્વની સૌ કોઈ રંગેચંગે ઉજવણી કરતા હોય છે જે ઉજવણી દરમિયાન ઉત્સાહ અને આવેગમાં અનેક અકસ્માતોના બનાવ બનતા હોય છે ત્યારે મોરબી પીજીવીસીએલ વર્તુળ કચેરીના અધિક્ષક ઈજનેર દ્વારા અખબારી યાદી પ્રસિદ્ધ કરી નાગરિકોને વિવિધ તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે

જે યાદીમાં જણાવ્યા અનુસાર પતંગનો માંજો બનાવતી વેળાએ વીજવાહક પદાર્થ ના વાપરવો તથા પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવતી વીજવાહક મટીરીયલ્સનો ઉપયોગ થતો હોય તેવી પતંગો બાળકો દ્વારા ના વાપરવામાં આવે તેનું ધ્યાન રાખીએ. બાળકો પતંગ કે તેના દોરા વીજવાયર કે વીજ થાંભલામાં ભરાય ત્યારે ખેચે નહિ પતંગને વીજ થાંભલા પર ચડીને ના કાઢે તેમજ લંગરીયા ના નાખે તેની તકેદારી રાખીએ

પતંગ ઉડાડતી વેળાએ બાળકો મેગ્નેટિક ટેપનો ઉપયોગ પૂછડી કે દોરીમાં બિલકુલ ના કરે તેનું ધ્યાન રાખીએ કેમકે મેગ્નેટિક ટેપ વીજવાહક હોવાથી વીજ વાયરને અડકે તો બાળકોને વિજ્શોક લાગે અને અકસ્માત સર્જાઈ સકે છે સાથે જ અગાસી પર પતંગ ઉડાડતી વેળાએ નજીકમાંથી પસાર થતી વીજલાઈનના સંપર્કમાં ના આવી જવાય તેની તકેદારી રાખીએ

વીજવાયરમાં ફસાયેલ પતંગને બાળકો વાંસના બામ્બુ કે લોખંડ સળિયા અથવા અન્ય કોઈપણ સાધનો દ્વારા કાઢવાનો પ્રયાસ ના કરે તેની તકેદારી રાખશું. ચાઇનીઝ બનાવટના દોરામાં મેગ્નેટિક વીજવાહક પદાર્થ વપરાયેલ હોય છે જેથી આવા દોરા બિલકુલ ના વપરાય તેનું ધ્યાન રાખશું અને રાત્રીના અંધારામાં ફાનસ/ગુબ્બારો વીજવાયરોમાં ન ફસાય તેની કાળજી રાખવા અનુરોધ કરાયો છે

Comments
Loading...
WhatsApp chat