મોરબીના જાંબુડિયા ગામે નજીક ટ્રકમાંથી ઈંગ્લીશ દારૂની ૨૧ બોટલ ઝડપાઈ

 

મોરબી તાલુકાના જાંબુડિયા ગામની સીમમાં ટ્રકમાંથી ઈંગ્લીશ દારૂની ૨૧ બોટલ મળી આવતા પોલીસે ટ્રક અને દારૂ સહિતનો મુદામાલ જપ્ત કર્યો છે

મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જાંબુડિયા ગામની સીમમાં ખુલ્લા ગ્રાઉન્ડમાં પડેલ ટ્રેઇલર આરજે ૫૨ જીએ ૭૫૫૨ માંથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૨૧ કીમત રૂ ૧૧,૨૫૦ મળી આવતા ટ્રક અને દારૂ સહીત રૂ ૧૦,૧૧,૨૫૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી ભાગચંદ દ્વારકાદાસ વૈષ્ણવ અને મહાવીર ભંવરલાલ વૈષ્ણવ રહે બંને રાજસ્થાન વાળાને ઝડપી લીધા છે

Comments
Loading...
WhatsApp chat