

લતીપર ચોકડી નજીક બોલાચાલી થતા અરજી કરી હતી જે સારું નહિ લાગતા ત્રણ ઇસમોએ યુવાન સાથે ઝઘડો અને બોલાચાલી કરી ચાર ઝાપટ મારી ગાળો આપી બાઈકમાં નુકશાન કર્યાની ફરિયાદ નોંધાવી છે
ટંકારાના રહેવાસી કલ્લુસિંગ ઉર્ફે સતપાલસિંગ કમલસિંગ બાવરી (ઉ.વ.૨૪) વાળાએ આરોપીઓ મખનસિંગ મહેન્દ્રસિંગ બાવરી, ક્રીપાલસિંગ મહેન્દ્રસિંગ બાવરી અને ભગતસિંગ ઉર્ફે જગ્ગી મહેન્દ્રસિંગ બાવરી રહે બધા ટંકારા સરદાર સોસાયટી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપી મખનસિંગ સાથે ભૂંડ પકડવા બાબતે ફરિયાદીને બોલાચાલી થઇ હતી અને ફરિયાદીએ અરજી કરતા આરોપીઓને સારું નહિ લાગતા ગત તા. ૨૬-૧૧ ના રોજ ટંકારા લતીપર ચોકડી નજીક ફરિયાદીના ભાઈ ગુરમુખસિંગ બાઈક જીજે ૦૪ ડીકયું ૮૦૭૫ લઈને આવતા હતા જેને ઉભું રખાવી ઝઘડો કરી ઝાપટો મારી ગાળો આપી બાઈકમાં આશરે રૂ ૩૦૦ નું નુકશાન કર્યું હતું ટંકારા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

