પવિત્ર શ્રાવણ માસનો સોમવારથી થશે શુભારંભ, શ્રાવણ માસ સોમવારથી શરુ અને સોમવારે પૂર્ણ થશે

        સનાતન ધર્મમાં પવિત્ર શ્રાવણ માસનો ખૂબ જ મહત્વ રહેલું છે.દેવાધિદેવ મહાદેવનો પ્રિય માસ શ્રાવણ મહિનાનો પ્રારંભ 5 ઓગસ્ટના રોજ થવાનો છે. આ વખતનો શ્રાવણ માસ ખૂબ જ ખાસ છે. આ વર્ષે ગ્રહો અને નક્ષત્રો વચ્ચે ખાસ સંયોગ થઈ રહ્યો છે, જે મહિનાને ખૂબ જ શુભ બનાવી રહ્યો છે. વૈદિક કેલેન્ડર મુજબ આ વખતે શ્રાવણમહિનામાં શુભ સંયોગ બની રહ્યા છે. લગભગ 72 વર્ષ પછી શ્રાવણ માસમાં આ અદ્ભુત સંયોગ જોવા મળી રહ્યો છે. આ વખતે શ્રાવણ માસમાં 5 સોમવાર છે. આ પવિત્ર માસમાં શુક્રાદિત્ય યોગ, બુધાદિત્ય યોગ, નવપંચમ યોગ, ગજકેસરી યોગ, કુબેર યોગ, શશીયોગ રચાશે. શ્રાવણ માસ સોમવાર થી શરૂ થશે અને સોમવાર થી પૂરો થશે

પ્રથમ સોમવાર- 5 ઓગસ્ટ

બીજો સોમવાર- 12  ઓગસ્ટ

ત્રીજો સોમવાર- 19  ઓગસ્ટ

ચોથો સોમવાર- 26 ઓગસ્ટ

પાંચમો સોમવાર- 2 સપ્ટેમ્બર

મોરબીના પ્રખર વિદ્વાન શાસ્ત્રીજી શ્રી કૃષ્ણચંદ્ર દવેના જણાવ્યા અનુસાર શ્રાવણમાં દરમિયાન કરેલા શિવ ઉપાસના  રુદ્રાભિષેક  લઘુરુદ્ર ,મહારુદ્ર , મહામૃત્યુંજય અનુષ્ઠાન ,શિવ પંચાક્ષર સ્તોત્ર, શિવ ચાલીસા ,શિવ લીલામૃત ,શિવપુરાણ કથા, શિવ કવચ જેવા કાર્યો કરવાથી શુભફળ પ્રાપ્ત થાય છે. રુદ્રાક્ષ ધારણ કરવાથી પણ વિશેષ ફળ પ્રાપ્ત થાય છે

Leave A Reply

Your email address will not be published.