મોરબીની ન્યુ ગાયત્રી સોસાયટીમાં જુગાર રમતી મહિલાઓ સહીત ૧૦ ઝડપાયા

            શહેરના વાવડી રોડ પર ન્યુ ગાયત્રી સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતી મહિલાઓ સહીત ૧૦ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને પોલીસે રૂ ૨૪,૪૦૦ રોકડ જપ્ત કરી છે

 

            મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાવડી રોડ ન્યુ ગાયત્રી સોસાયટી શેરી નં ૦૩ માં બાતમીને આધારે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા ચંદ્રકલાબેન હરીશચંદ્ર જાદવ, વિશાલ હરેશભાઈ અગ્રાવત, ગીતાબેન હકાભાઇ સુરેલા, રીનાબેન આશિષભાઈ મકવાણા, ભૂમીબેન ઉર્ફે દિવ્યાબેન જયેશભાઈ પટેલ, શીતલબેન ઉપેનભાઈ ગોવાણી, કાજલબેન દીપકભાઈ ચોટલીયા, જયશ્રીબેન હરપાલભાઈ જોષી, અનસોયાબેન હર્ષદભાઈ ભટાસણા અને સવિતાબેન શાંતિલાલ મનાણી એમ ૧૦ ને ઝડપી લઈને રોકડ રૂ ૨૪,૪૦૦ જપ્ત કરી જુગાર ધારા મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.