

હળવદ શહેરમાં વીજ બિલના બાકીદારો સામે આજે કડક વલણ અપનાવવામાં આવ્યું હતું. કોર્પોરેટ દ્વારા આયોજિત ખાસ “Dis Connection Drive” અંતર્ગત કુલ 13 ટીમો મેદાનમાં ઉતારવામાં આવી હતી. છેલ્લા છ મહિનાથી વધુ સમયથી બિલના નાણાં બાકી રાખનાર ગ્રાહકોની યાદી તૈયાર કરીને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
માહિતી અનુસાર કુલ 730 ગ્રાહકો પાસેથી 63.28 લાખ રૂપિયાની રકમ બાકી હતી. ટીમોએ આજે સઘન તપાસ અને કાર્યવાહી હાથ ધરી 199 વીજ જોડાણો કપાયા, જેની અંદાજિત બાકી રકમ 14.15 લાખ રૂપિયા થતી હતી. જોડાણ કપાયા બાદ 125 ગ્રાહકોએ તાત્કાલિક બિલની ભરપાઈ કરી દીધી હતી, જેમાં અંદાજિત 6.97 લાખ રૂપિયાની વસૂલાત થઈ હતી.
દિવસભરની ઝુંબેશ દરમિયાન કુલ 660 ગ્રાહકોએ બાકી રકમ ભરપાઈ કરી, જેના પરિણામે અંદાજિત 44.67 લાખ રૂપિયાની નોંધપાત્ર વસૂલાત થવા પામી છે. વિભાગે સ્પષ્ટ કર્યું છે કે બાકીદારો સામે આવનારા દિવસોમાં પણ આ ઝુંબેશ યથાવત્ રાખવામાં આવશે અને નિયમિત બિલ ભરપાઈ ન કરનાર ગ્રાહકો સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે. શહેરમાં આ કડક પગલાંથી બાકીદારોમાં ચકચાર મચી છે.
મયુર રાવલ હળવદ




