મોરબીની કડિયાશેરીમાં જુગાર રમતા છ ઝડપાયા

 

મોરબીના ગ્રીન ચોકમાં માધવરાયજી મંદિર પાછળ કડિયા શેરીમાં જાહેરમાં જુગાર રમતા છ પત્તાપ્રેમીઓને મોરબી એ ડીવીઝન પોલીસની ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

મોરબી એ ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન ગ્રીનચોકમાં કડિયા શેરીમાં જાહેરમાં જુગાર રમતા પ્રકાશભાઈ ચંદુભાઈ બુદ્ધદેવ, દાઉદભાઈ ગનીભાઈ પીપરવાડિયા, વનરાજસિંહ બાલુભા જાડેજા, પ્રફુલભાઈ ભીખાભાઈ રાવ, પ્રવીણભાઈ ઝવેરચંદભાઈ મહેતા અને નાનજીભાઈ ભગવાનભાઈ ગાંગાણીને રોકડ રકમ રૂ.૧૦૮૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.