

મહેન્દ્રનગર ચાર રસ્તા નજીક આવેલ એપાર્ટમેન્ટના ચોથા માળે ઓફિસમાં જુગાર રમતા છ જુગારીને ઝડપી લઈને પોલીસે રૂ ૧.૦૪ લાખની રોકડ રકમ જપ્ત કરી છે
સીટી બી ડીવીઝન પોલીસને બાતમી મળી હતી કે મહેન્દ્રનગર ચાર રસ્તા પાસે આવેલ લઝરીયર્સ એપાર્ટમેન્ટના ચોથા માળે આરોપી જયદીપ હળવદીયાની કબ્જા ભોગવટાવાળી ઓફિસમાં બહારથી માણસો બોલાવી જુગાર સાધનો પુરા પાડી જુગાર અખાડો ચલાવે છે જેથી ટીમે રેડ કરી હતી ઓફિસમાં જુગાર રમતા જયદીપ કરમશીભાઈ હળવદીયા, પ્રથમ દેવાયતભાઈ ખાંડેખા, જય રાજુભાઈ કાંજીયા, દીપ કમલેશભાઈ કાંજીયા, સાવન ધીરજલાલ સોરીયા અને યશ રમેશભાઈ કાંજીયા એમ છને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૧,૦૪,૦૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

