જમ્મુ કાશ્મીરમાં આઈસસ્ટોક સ્પોર્ટ્સ વિન્ટર નેશનલ ચેમ્પિયનશીપમાં મોરબીની રુદ્રી વસિયાણીએ બે ગોલ્ડ-એક સિલ્વર મેડલ જીત્યો


જમ્મુ કાશ્મીરના ગુલમર્ગ ખાતે યોજાયેલ આઈસસ્ટોક સ્પોર્ટ્સ વિન્ટર નેશનલ ચેમ્પિયનશીપમાં ગુજરાતની ટીમે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો જેમાં મોરબીની રુદ્રી વસિયાણીએ બે ગોલ્ડ અને એક સિલ્વર મેડલ જીતી નેશનલ ચેમ્પિયનશીપમાં મોરબી અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે
ગુલબર્ગમાં માઈન્સ ૧૦ ડીગ્રી તાપમાનમાં આઈસ સ્ટોક સ્પોર્ટ્સ વિન્ટર નેશનલ ચેમ્પિયનશીપમાં મોરબી જીલ્લાના ખેલાડીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું અને સ્પર્ધામાં મોરબીના સાત મહિલા સહીત કુલ આઠ ખેલાડીઓએ ભાગ લીધો હતો
જેમાં અન્ડર ૧૬ ગર્લ્સ કેટેગરીમાં રુદ્રી તુલસીભાઈ વસીયાણીએ બે ગોલ્ડ અને એક સિલ્વર મેડલ જીતી પરિવાર, મોરબી અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે ત્યારે પરિવાર અને સમાજ અગ્રણીઓએ પણ રુદ્રીને શુભેચ્છાઓ પાઠવી ઉતરોતર પ્રગતિ કરતી રહે તેવા શુભાશિષ પાઠવ્યા છે

