

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
મોરબીના રોટરી ક્લબ દ્વારા અગ્નેશ્વર મહાદેવ મંદિરે મહિનાના બીજા રવિવારે રોટરી રીડર્સ ક્લબ યોજાય છે જે મુજબ ગત રવિવારે રોટરી રીડર્સ ક્લબનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાહિત્ય રસિક યુવાનો અને વડીલોએ રોટરી રીડર્સ ક્લબની મુલાકાત લીધી હતી
રોટરી રીડર્સ કલબને એસ એમ પટેલ તથા પ્રશાંતભાઈ તરફથી પુસ્તકો સપ્રેમ ભેટ આપવામાં આવ્યા હતા તેમજ મોરબીના અનેક મિત્રોએ ધાર્મિક પુસ્તકો ભેટ સ્વરૂપે આપ્યા હતા આ પ્રસંગે રોટરી ક્લબના સભ્યો હરીશભાઈ શેઠ, રવીનભાઈ આશર, મોરબી રોટરી ક્લબના સેક્રેટરી અબ્બાસભાઈ લાકડાવાલા તેમજ મોરબી રોટરી ક્લબના પ્રેસીડન્ટ રૂપેશ પરમાર (કવિ જલરૂપ) ઉપસ્થિત રહ્યા હતા.


