પ્રદેશ યુવા ભાજપના ઋત્વિજ પટેલ દ્વારા મોરબીમાં રોડ-શો

આજે મોરબીમાં પ્રદેશ યુવા ભાજપના પ્રમુખ ડો. ઋત્વિજ પટેલની આગેવાનીમાં મોરબી ખાતે વિજય ટંકાર સંમેલન નિમિતે દરબાર ગઢ ખાતેથી બાઈક રેલી યોજાઈ હતી જે રોડ શો શહેરના મુખ્યમાર્ગો પર ફરીને સભા સ્થળે પહોંચ્યો હતો.

શહેરના દરબાર ગઢ ખાતેના સ્વામી વિવેકાનંદની પ્રતિમાને હારતોરા કરીને બાઈક રેલી શહેરના નહેરુ ગેઇટ ચોક, ટાઉનહોલ થઈને નવા બસ સ્ટેન્ડ ખાતે પહોંચી હતી. જ્યાં સરદાર પટેલની પ્રતિમાને હારતોરા કરીને બાઈક રેલી આગળ વધી હતી. બાઈક રેલીમાં પ્રદેશ યુવા ભાજપના પ્રમુખ ઋત્વિજ પટેલની સાથે સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા, જીલ્લા યુવા ભાજપના પ્રમુખ રવિભાઈ સનાવડા તેમજ યુવા મોરચાના આગેવાનો જોડાયા હતા. ભવ્ય બાઈક રેલી-રોડ શો બાયપાસ ખાતેના સભાસ્થાને પૂર્ણ કરવામાં આવ્યો હતો. બાયપાસ ખાતેના પાર્ટી પ્લોટમાં યુવા ભાજપના ઋત્વિજ પટેલ સહિતના નેતાઓ સભાને સંબોધન કરશે.

 

Comments
Loading...
WhatsApp chat