હાદિઁક પટેલ ઉપર નાનુ વાનાણીએ કરેલા આક્ષેપ સામે મહેશ રાજકોટીયા લાલઘૂમ

હાર્દિક પટેલ 14 પાટીદારોનો હત્યારો હોવાનો રાજ્યના પ્રાથમિક શિક્ષણ પ્રધાન નાનુ વાનાણીએ કરેલા આક્ષેપ સામે પાટીદાર આગેવાન  મહેશ રાજકોટીયા લાલઘૂમ થઈ ગયા હતા અને કહ્યું કે 14 નિર્દોષ પાટીદાર યુવાનોની ભાજપ સરકારના ઇશારે પોલીસની ગોળીથી હત્યા કરવામાં આવી છે. હાર્દિકના કહેવાથી નહીં. તો પછી 14 નિર્દોષ પાટીદાર યુવાનના હત્યારા કોણ ગણાય?

મોરબી જીલા પંચાયત ના સદસ્ય મહેશ રાજકોટીયા એ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં શિક્ષણનું સ્તર ઘટ્યું છે. ફીના મામલે કમિટી બનાવ્યા પછી પરિણામ શૂન્ય છે. તેવા સંજોગોમાં ચાર ચોપડી ભણેલા શિક્ષણ મંત્રી નાનુ વાનાણીએ શિક્ષણની ચિંતા કરવાની જરૂર છે. પાટીદારોની કે હાર્દિકની નહીં…

નાનુ વાનાણીને પડકાર ફેંકતા મહેશ રાજકોટીયાએ કહ્યું કે અગાઉ કેશુભાઈ પટેલ ફરી વાર મુખ્યમંત્રી ના બંને એ માટે કેટલા પ્રયતનો કરેલા એ વાત ના ભૂલો સમાજ વિરોધી કાયો કરવા ટેવાયેલા છો અને જો નાનુ વાનાણીમાં હિંમત હોય તો તેમના મત વિસ્તાર મા કે અન્ય જગ્યા એ એક સભા તો કરી જુએ. આવા એલફેલ નિવેદનો પણ તેઓ ગાંધીનગર બેઠા બેઠા આપે છે. તાકાત હોય તો જાહેર સભા મા આવી બોલી બતાવો પછી જુઓ કેટલી વીસે સો થાય છે બાકી મો સંભાળી ને વાત કરતા જાવ જે સમાજ મા જનમ્યા છો એ સમાજ નું ગૌરવ હોવુ જોઈ તે વાત યાદ રાખવા જણાવ્યું હતું

 

Comments
Loading...
WhatsApp chat