મોરબીના રફાળેશ્વર ગામે બે જૂથ વચ્ચે બઘડાટી મામલે સામસામી ફરિયાદ

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે સામાન્ય બાબતે બે જૂથ વચ્ચે બોલાચાલી બાદ મારામારી થઇ હતી જે મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં બંને પક્ષ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મોરબીના રફાળેશ્વર ગામે રહેતા વનીતાબેન દેવજીભાઈ ચાવડાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી પ્રવીણભાઈ અમરશીભાઈ જાદવ, ફરિયાદી વનીતાબેન તથા આરોપી દિલીપભાઈ અમરશીભાઈ જાદવ અબે મહેશભાઈ ભલાભાઈ સોલંકી આવતા કહેલ કે બૈરા સાથે કેમ બોલાચાલી કરેલ હતી તેમ કહેતા સારું નહિ લાગતા આરોપી પ્રવીણ અમરશીભાઈ ચાવડા, દિલીપભાઈ અમરશીભાઈ જાદવ, મહેશ ભલાભાઈ સોલંકી, ઉષાબેન દિલીપભાઈ જાદવ અને મંજુબેન વિપુલભાઈ ચાવડા ગાળોદેવા લાગેલા નાં પાડતા આ લોકો એકદમ ઉશ્કેરાઈ જતા બોલાચાલી કરતા તે વખતે પાછળથી આરોપી ઉષાબેન જાદવ અને મંજુબેન ચાવડા આવી ગાળો આપી ફરિયાદી વનીતાબેન તથા સાહેદ સાથે બોલાચાલી કરી મારા મારી કરી ફરિયાદી તથા સાહેદને હાથમાં તથા વાસાના ભાગે મૂઢ ઈજા કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ વનીતાબેને મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાવી છે.

તો સામાપક્ષે શાંતાબેન અમરશીભાઈ જાદવએ ફરિયાદ નોંધાવી છે કે આરોપી વનિતાબેનને ફરિયાદી શાંતાબેન તથા સાહેદ સાથે ઝધડો કરતા આરોપી સાગર દેવજીભાઈ, સુરેશ દેવજીભાઈ, ચંપાબેન દેવજીભાઈએ હાથમાં લાકડી તથા ધોકા-લોખંડના પાઈપ સાથે આવી ફરિયાદી શાંતાબેન તથા સાહેદને ગાળો આપી બોલાચાલી કરતા ફરિયાદી શાંતાબેનને લોખંડના પાઈપ વતી આરોપી વાનીતાબેને મારતા ફરિયાદી વનિતાબેનેહાથમાં ઈજા થતા આરોપી સાગર દેવજીભાઈ, સુરેશ દેવજીભાઈ અને ચંપાબેન દેવજીભાઈએ સાહેદને ધોકા વડે માર મારી ઈજા કરી આરોપી સંજય ઉર્ફે સજલો રમેશભાઈ સરેસા અને જીતેન્દ્ર ઉર્ફે જીતો રમેશભાઈ સારેસાએ આવીને  ફરિયાદી શાંતાબેન તથા સાહેદને ગાળો આપી ઘર ખાલી કરી દેવાનું કહેતા આરોપીઓ ફરી તથા સાહેદને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે.

મોરબી તાલુકા પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.   

Comments
Loading...
WhatsApp chat