



હાલ પાક વીમાનું ક્રોપ કટિંગ ચાલુ હોય ત્યારે મોરબી અને માળિયા તાલુકાના ખેડૂતોને ક્રોપ કટિંગમાં જે અન્યાય થઇ રહ્યો છે તે નિવારવા અને મોરબી-માળિયા તાલુકાને અછત ગ્રસ્ત જાહેર કરવા યાર્ડના ચેરમેને મુખ્યમંત્રીને રજૂઆત કરી છે
મોરબી માર્કેટિંગ યાર્ડના ચેરમેન મગનભાઈ વડાવીયાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી જણાવ્યું છે કે હાલ પાક્વીમાંનું ક્રોપ કટિંગ ચાલુ છે ત્યારે તાલુકાના ૧૦ ગામો ક્રોપ કટિંગમાં નક્કી કરેલ છે એક ગામમાં બે પ્લોટ એટલે કે બે સર્વે નંબરમાં ક્રોપ કટિંગ થાય છે આ ગામ અને સર્વે નંબર સરકારના ખેતીવાડી ખાતા દ્વારા નક્કી કરવામાં આવે છે ત્યારે સ્થિતિ એવી થઇ છે કે કોઈ ગામોમાં જે પ્લોટ સરકારના ખેતીવાડી ખાતા દ્વારા નક્કી કરાયા છે તે મગફળી પિયત કરેલ છે ગામમાં બે થી પાંચ ટકા જ ખેડૂતોને પાણીની સગવડતા હોય છે
જેના કારણે મગફળી પિયત કરીને ઉગાડી હોય છે જેથી ઉત્પાદન સારું થાય છે આખા ગામ બે ટકા જ ખેડૂતો પાસે કુવાના, બોરના પાણીની સગવડ હોય છે તો પ્લોટ ક્રોપ કટિંગમાં આવતો હોવાથી મગફળીનું ઉત્પાદન સારું બતાવે છે પણ હકીકતમાં આખા ગામમાં આવી મગફળી બે ચાર ખેતરમાં જ હોય છે જેથી ખેડૂતોને અન્યાય ના થાય હાલ તેવા હેતુથી આ નિયમમાં ફેરફાર કરી ન્યાયી ક્રોપ કટિંગ કરવામાં આવે તેવી માંગ કરી છે
તે ઉપરાંત ગુજરત સરકારે હાલ અસરગ્રસ્ત તાલુકાની યાદી જાહેર કરી છે જેમાં મોરબી માળિયા બંને તાલુકા અસરગ્રસ્ત જાહેર કર્યા નથી પરંતુ માળિયા તાલુકામાં આખી સિઝનમાં માત્ર ૧ થી ૨ ઇંચ જ વરસાદ થયો છે જયારે મોરબી તાલુકામાં ૫૦ ટકા ગામોમાં એકથી બે ઇંચ જ વરસાદ થયો છે અને બાકી ૫૦ ટકામાં ૨ થી ૩ ઇંચ વરસાદ થયો છે જેથી બંને તાલુકાઓને અસરગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી છે



