



મોરબી જીલ્લામાં નાની સિંચાઈ યોજનાના કામોમાં ભ્રષ્ટાચારનો મામલો છેક મુખ્યમંત્રી સુધી પહોંચ્યા બાદ સઘન તપાસ ચલાવાઈ હતી તો આ મામલે હવે કાર્યપાલક ઈજનેરે નિવૃત મદદનીશ ઈજનેર અને અન્ય એક ખાનગી પેઢીના પ્રોપ્રાઈટર સામે નાણા ઉચાપતની ફરિયાદ નોંધાવી છે
મોરબી જીલ્લા પંચાયતના સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર એસ.પી.ઉપાધ્યાયે એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી ટી.ડી. કાનાણી મદદનીશ ઈજનેર અને હાલ નિવૃત રહે રાજકોટ પદ્યુંમ્ન પાર્ક અને સસ્ટેનેબલ કન્ટ્રકશન મેનેજમેન્ટ રાજકોટના પ્રોપ્રાઈટર ચૈતન્ય જયંતીભાઈ પંડ્યા રહે રાજકોટ કાલાવડ રોડ વાળાએ સરકારી નાણાની ઉચાપત કરી છે જેમાં આરોપી ટી.ડી. કાનાણી મદદનીશ ઈજનેર હોય જેને હોદાનો દુરુપયોગ કરીને આરોપી ચૈતન્ય પંડ્યાની ખાનગી પેઢીને કરાર આધારિત નિયુક્ત કરી ગુનાહિત કાવતરું રચ્યું હતું અને અંગત ફાયદા માટે નાની સિંચાઈ યોજનાના જળ સંચય કામોમાં ખોટા નકશા તેમજ ખોટા બીલો બનાવીને સરકારને મોકલીને વર્ષ ૨૦૧૭-૧૮ અને ૨૦૧૮-૧૯ ના વર્ષમાં થયેલા કુલ ૩૩૪ કામો પૈકી ૪૬ કામોમાં ગેરરીતી આચરીને ૬૬,૯૧,૭૯૨ ની રકમની સરકારી નાણાની ઉચાપત કરી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે એ ડીવીઝન પોલીસે કાર્યપાલક ઈજનેરની ફરિયાદને પગલે નિવૃત મદદનીશ ઈજનેર અને ખાનગી પેઢીના સંચાલક સામે ગુન્હો નોંધી તેને ઝડપી લેવા તપાસ ચલાવી છે
ઉલ્લેખનીય છે કે નાની સિંચાઈ યોજના હેઠળના કામમાં વ્યાપક ભ્રષ્ટાચારની ફરિયાદો છેક મુખ્યમંત્રી સુધી પહોંચી હતી અને ગાંધીનગરથી ટીમો મોરબી દોડી આવીને સઘન તપાસ ચલાવી હતી વિવિધ ગામોમાં સ્થળ તપાસ કરી હતી જેમાં ગેરરીતી ઉડીને આંખે વળગી હતી તો તે તપાસ રીપોર્ટ બાદ નિવૃત મદદનીશ ઈજનેર સામે ફરિયાદ થઇ હોવાનું પણ સુત્રો જણાવી રહ્યા છે



